બાઇ રૂપે અનુપ અલબેડોરે, એને જોઇ મોયું છે મારૂં મનરે ૩/૪

બાઇ રૂપે અનુપ અલબેડોરે, એને જોઇ મોયું છે મારૂં મનરે.

નવરંગી કુંવર નંદનોરે

શોભે સુંથણી ઘણી સોહામણીરે

પેર્યા જરકશી જામા જીવનરે. નવ. ૧

કસિ કમર સોનેરી સાલસુંરે,

શિશે શોભે છે સોનેરી શિરપાવરે. નવ.

હૈયે હાર હિંડલે ઘણું હેમનારે, કડાં કનકના બાજુ બનાવરે. નવ. ર

વેઢ વિંટી અંગોઠી પોચી પેરીયાંરે, કટિ દોરે ઘુઘરી કરે ઘોરરે. નવ.

કાને કુંડળ ઝળકે કનકનારે, નિર્ખ્યા જેવા છે નવલ કિશોરરે. નવ. ૩

કરે લટકાં લાવણ્યે મન લોભવેરે,

વળી ચાલે છે જગ ગતિ ચાલ્યરે. નવ.

બાઇ નિષ્કુળાનંદનો નાથજીરે,

એને નિરખીને થઇ છું નિહાલરે. નવ. ૪

મૂળ પદ

જીરે આજ આનંદ મારા અંગમાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી