સખી વળી વનમાળી આવે વનથીરે, સજી સુંદર ફૂલના શણગારરે ૪/૪

સખી વળી વનમાળી આવે વનથીરે, સજી સુંદર ફૂલના શણગારરે,

લટકાળો લેરી લાડીલોરે,

કર્યા તોરા ગજરા ઘણ ફૂલના રે હૈયે હલકતા પેરી આવે હારરે. લટ. ૧

કાને ખોસ્યા છે ફૂલ કરેણનાંરે, આવે ઉલાળતા ફૂલ દડો હાથરે. લટ.

છડી રૂડી ફૂલડે છાઇ રઇરે, ઘણું શોભે છે ગોવાળીયાને સાથરે. લટ. ર

સારા લઇ સુંગંધી કાજુ કેવડારે,

ખોસ્યા ખાંત્યે પાઘડલીને પેચરે. લટ.

આવે ગાતા વાતા વળી વાંસળીરે,

સારા શોભે છે સખાના વેચરે. લટ. ૩

એની શોભા જોઇને સુખ ઉપજ્યુંરે,

વળી દેખી ઠરેછે મારૂં દલરે. લટ.

સખી નિષ્કુળાનંદનો નાથજીરે, અતિ અલબેલો રૂપે અવલરે. લટ. ૪

મૂળ પદ

જીરે આજ આનંદ મારા અંગમાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી