ધન્ય ધન્ય નરનારાયણ નાથ, મનોહર મૂર્તિ રે લોલ, ૨/૮

ધન્ય ધન્ય નરનારાયણ નાથ, મનોહર મૂરતિ રે લોલ,

સુંદર શોભે સખાને સાથ, વંદે જેને સૂરતિ રે લોલ. ૧

શિર પર શોભે સુંદર કેશ, હમેશ માળા હાથમાં રે લોલ. ર

પેર્યા વસ્ત્ર વિવિધના અનુપ, શ્વેત તે સોયામણાં રે લોલ,

નિરખી હું રાખું રૂદિયે રૂપ કે, વળી લીયું વારણા રે લોલ. ૩

કર્યું કેસર તિલક ભાલ, નિહાળી ઠરે આંખડી રે લોલ,

લીધી કરમાં છડી લાલ, ચરણમાંયે ચાખડી રે લોલ. ૪

નખશિખી શોભા કહી ન જાયકે, ગાયે કવિ કંઇ મળી રે લોલ,

લાગે લળી લળી તેને પાયે કે, વંદુ હું વળી રે લોલ. પ

છબી પર વારૂં કોટીક કામ કે, ધામ સર્વે સુખના રે લોલ,

નિરખી નિષ્કુળાનંદનો શામ કે, દિન ગયા દુઃખના રે લોલ. ૬

મૂળ પદ

સખીરે ધન્ય ધન્ય બદ્રીધામ, નિવાસ નરવીરનું રે લોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0