જોને બાઇ પુન્ય તણો નહીં પારકે, બેઠા હરિ બારણેરે લોલ, ૪/૮

જોને બાઇ પુન્ય તણો નહીં પારકે, બેઠા હરિ બારણેરે લોલ,

કર્યા કઠણ તપ અપાર કે, આપણે કારણે રે લોલ. ૧

સૈયાં શિત વૃષા શિર તાપ કે, વસ્યા વળી વનમાં રે લોલ,

જમતા ફળ ફૂલ જલ આપ, તે પણ કોયે દનમાં રે લોલ. ર

એવાં કષ્ટ સહી શરીર કે, કઠણ તપ કર્યારે લોલ,

તે તો સંભારે છે નરવીર, નથી એને વિસર્યા રે લોલ. ૩

તેણે રે'છે ઉદાસી અંગ, જણાય છે જમતાં રે લોલ,

સુંદર વસ્ત્ર આભુષણ નંગ, ઘણું નથી ગમતાં રે લોલ. ૪

નિમધારી નરવીર નાથ કે, આછાઇ નહીં અંગે રે લોલ,

મન ચિત જોડયું ધર્મને સાથ કે, રાચ્યા તેને રંગે રે લોલ. પ

સામ્રથ છે તોયે સર્વે રીત કે, નીતિને નવ્ય તજે રે લોલ,

એવા નિષ્કુળાનંદનો મિત કે, નિમી જનને રજે રે લોલ. ૬

મૂળ પદ

સખીરે ધન્ય ધન્ય બદ્રીધામ, નિવાસ નરવીરનું રે લોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી