અવસર આવ્યો આજ અમુલ કે, મુલ વડે નવ મળે રે લોલ.૭/૮

 અવસર આવ્યો આજ અમુલ કે, મુલ વડે નવ મળે રે લોલ.

હવે કોણ ભોગવે ભવની ભુલકે, વેઠયે વેકર દળે રે                  લોલ. ૧
આ તન છે હરિ ભજવા જોગ કે, નાવે તે ફરી ફરીરે લોલ.
તેહ તને ભોગવતાં ભવ ભોગ કે, ખોટય જાયે ખરેખરી રે         લોલ. ર
સુંદર મલીયો સારો સમાજ કે, ભુધરને ભજવા રે લોલ.
અવસર ઓળખી આપણે આજકે, ત્રિકમ નથી તજવારે            લોલ. ૩
કરીયાં તન મન કુરબાંણ કે, પ્રીત કરો પિવસું રે લોલ.
સુખદાઇ સુંદર શામ સુંજાણ કે, જડો લઇ જીવસુંરે.                   લોલ. ૪
તજી સરવે આપણી તાણ્યકે, વચનમાં વસીયે રે લોલ.
સુરા સનસુખ સહે જેમ બાણ કે, તેમ નવ ખસીયે રે                  લોલ. પ
પામી આવું આ તન આજ કે, જીવત ન લજાવીયે રે લોલ.
ભજી નિષ્કુળાનંદનો રાજ કે, જનમ ભજાવીયે રે                       લોલ. ૬
 

મૂળ પદ

સખીરે ધન્ય ધન્ય બદ્રીધામ, નિવાસ નરવીરનું રે લોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી