વાલા તારી મૂર્તિ મરમાળીરે, મારી ભૂખ ભાગે ભાળી ભાળી.૪/૪

વાલા તારી મૂરતિ મરમાળીરે, મારી ભૂખ ભાગે ભાળી ભાળી.વા.

કાજુ કરે લટકાં કરો છો રે, મુખે હસીને મન હરો છો રે.

વળી કયારેક ધ્યાન ધરો છો.વા. ૧

તારું ઉર ઓપે અતિ સારુ રે, જોઇ મોઇ રયું મન મારું રે.

નિરખી નાભી અંતરે ઉતારું.વા. ર

પડે ત્રણ વળ વાલા પેટે રે, જોઇ મોઇ મહા દુઃખ મેટે રે.

હવે નિમષ મ રેજો છેટે.વા. ૩

સદા રે'જો વાલા મારી સાથ રે, હું તો કહું છું જોડીને હાથ રે.

વાલા નિષ્કુળાનંદનાં નાથ. વા. ૪

મૂળ પદ

વાલા તારૂં મુખડું મને વાલુંરે, જોઇ વદન મગન મન માલું

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી