વાલા જોઇને છબીલા છબી તાહેરી રે, ૧/૪

હું તો આજ ગઇતી મઇ વેચવા રે.એ ઢાળ.

વાલા જોઇને છબીલા છબી તાહેરી રે,

હું તો મગન થઇછું મન માંયેરે.જો.

વાલા માથે મોલીડું શોભે સોનમેરે, વળી તોરા લટકે છે ત્યાંયે રે.જો. ૧

વાલા જામા પેર્યા છે રુડા જરકસીરે,

દેખી દલડું રયું છે મોરછાયે રે.જો. ર

વાલા સુરવાલ શોભે સારો સોરંગી રે,

શોભા નખશિખ કઇ ન જાયે રે.જો. ૩

વાલા નિષ્કુળાનંદનાં નાથજીરે, રે'જો ઉરમાં છબી સદાયે રે.જો. ૪

મૂળ પદ

વાલા જોઇને છબીલા છબી તાહેરી રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી