વાલા નિરખી નવલકુંવર નંદના રે, મારે ભાગીછે દલડાની દાજ રે.નિ ૨/૪

વાલા નિરખી નવલકુંવર નંદના રે, મારે ભાગીછે દલડાની દાજ રે.નિ.

વાલા મુખડું જોઇને મોયું મનડું રે,

મારા રુદીયામાં રજીયાછો રાજ રે.નિ. ૧

વાલા નયણાં ભર્યા છે રુડા રસમાં રે,

જોઇ આનંદ આવે છે આજ રે.નિ. ���

વાલા હસવે ચોર્યું છે મારા ચિત્તને રે,

તેણે કરવાં ભૂલી છું ઘર કાજ રે. નિ. ૩

વાલા નિષ્કુળાનંદના નાથજી રે,

મોટે ભાગ્યે મળ્યા છો મહારાજ રે.નિ. ૪

મૂળ પદ

વાલા જોઇને છબીલા છબી તાહેરી રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી