વાલા ઓરા આવોને અમ પાસળે રે, ૩/૪

વાલા ઓરા આવોને અમ પાસળે રે,

મારા મનમાં છે મળવાની આશ રે.ઓ...

વાલા ભાવે ભરીને મુને ભેટીયે રે, અણ ભેટે છે અંતર ઉદાસ રે.ઓ.૧

વાલા આવો આલિંગન લીજીયે રે,

વળી કીજીયે દલ દુઃખ નાશ રે.ઓ. ર

વાલા હેત આવે છે મારે હૈડે રે

, રમવાને તમ સંગ રાસ રે.ઓ. ૩

વાલા નિષ્કુળાનંદના નાથજી રે,

પુરો આશ છઉં તમારી દાસ રે.ઓ. ૪

મૂળ પદ

વાલા જોઇને છબીલા છબી તાહેરી રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી