વાલા લાલચ લાગીછે મુને તાયેરી રે, ૪/૪

વાલા લાલચ લાગીછે મુને તાયેરી રે,

વળી લોભી થયાંછે લોચન રે. લા.

વાલા તમ સારું તન તરસે રે, વળી કરે છે મનસુબો મન રે. લા.૧

વાલા જંપ નથી જો મારા જીવને રે, હવે ભાવે પધારો ભોવન રે. લા.

વાલા વિલંબ ન કરો મારા વાલમા રે, આવો આવો લયેં આલિંગન રે. લા. ૩

વાલા નિષ્કુળાનંદના નાથજીરે, મુને પ્યારા છો પ્રાણજીવન રે. લા. ૪

મૂળ પદ

વાલા જોઇને છબીલા છબી તાહેરી રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી