જમજો જમજો જમજો રે વાલા આજ અમારે ઘેર જમજો ૧/૧

જમજો જમજો જમજો રે વાલા, આજ અમારે ઘેર જમજો;
જમો નહિ તો મારા સમ જો રે વાલા, આજ અમારે ઘેર જમજો.  ટેક.
તમારે કાજે રૂડો થાળ કર્યો છે રે, તાજો મજાનો ગરમ જો રે.. વાલા૦ ૧
રોટલી ભજીયા દાળભાત પુરી રે, જમો તજીને શરમ જો રે... વાલા૦ ૨
શાક પરોઠા વળી ચોખાની લાડવી રે, લાડવી સુવાળી નરમ જો રે... વાલા૦ ૩
મરચાં મૂળા ને કચુંબર બનાવી રે, રાબ છે ગરમા ગરમ જો રે... વાલા૦ ૪
દૂધ દહીં ને વાલા મીઠા અથાણાં રે, થોડું જમો તો મારા સમ જો રે... વાલા૦ ૫
ચળું કરીને મારા સહજાનંદજી રે, મીઠો મુખવાસ હરિ જમજો રે... વાલા૦ ૬
જ્ઞાનજીવન કહે આપો પ્રસાદી રે, હરિ અમને ખૂબ ગમજો રે... વાલા૦ ૭

મૂળ પદ

જમજો જમજો જમજો રે વાલા

મળતા રાગ

આવજો આવજો આવજો રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી