હું તો વારી રે વાલ્યમ તમ માથે, ૧/૪

રાગ-ગરબી

મારે મંદિર પધારો રે માવા. એ ઢાળ.

હું તો વારી રે વાલ્યમ તમ માથે,

મારી પ્રીત બંધાણી પીયુ તમ સાથે રે. હું.

તારું મુખ જોઇને લાગી માયા રે, કરું તમ ઉપર કુરબાણ કાયારે. હું ૧

વાલા તમને નીર્ખી મગન રઉ છું રે, દેજો દર્શન દાડી કઉં છું રે. હું.ર

વાલા તમને જોઇને ઠરે આંખડલી રે, વણ દીઠે રહે છે ઘણું ધાંખલડી રે. હું. ૩

વાલા નિષ્કુળાનંદનું એ કેવું રે, હવે દયા કરીને દર્શન દેવું રે. હું. ૪

મૂળ પદ

હું તો વારી રે વાલ્‍યમ તમ માથે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી