મન વચન કરમે હું છું તારી રે, તમે શામ મિરાંથ સાચી મારી રે ૨/૪

મન વચન કરમે હું છું તારી રે, તમે શામ મિરાંથ સાચી મારી રે. મ.

જેજે કેશો રે તે તે કરવું છે રે, પૂછી પૂછીને પગલું ભરવું છે રે. મ.૧

અમે એક પગ ભર ઉભાં રેશું રે, હાથ જોડીને હાજી હાજી કેશું રે.મ.ર

મેં તો તન મન અરપ્યું છે તમને રે, જેજે કેવું ઘટે તે કે'જો અમને રે. મ. ૩

વાલા નિષ્કુળાનંદના છો નાથ રે, હું તો વેચાણીછું તારે હાથ રે. મેં ૪

મૂળ પદ

હું તો વારી રે વાલ્‍યમ તમ માથે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી