મોટે ભાગ્યેરે મોહનજી મળીયા રે, ૪/૪

મોટે ભાગ્યેરે મોહનજી મળીયા રે,

આજ અમ ઉપર અઢળક ઢળીયા રે. મો.

શિર સોયે રે ન મળો છો મોંઘા રે,

તેતો આજ મળ્યા છો અમને સોંઘા રે. મો.૧

શું શું આપી રે ઓસીગલ થાયે રે,

એવું અમ પાસળ નથી કાંયે રે. મો.ર

મુખ થકી રે કયે શું જો ઘણું રે,

તમે બર્દ પાળ્યું છે પીયુ પોતા તણું રે. મો.૩

આ આજ કીધાં રે સમોતાં અમને રે,

કહે નિષ્કુળાનંદ ધન્ય ધન્ય તમને રે. મો.૪

મૂળ પદ

હું તો વારી રે વાલ્‍યમ તમ માથે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી