આજ મારે દિવાળી રે દિવાળી, ૧/૪

 આવોને અલબેલા રે અલબેલા મંદિરિયે મારે. ઢાળ.

આજ મારે દિવાળી રે દિવાળી,
હાંરે ઘેર્ય આવ્યા વાલો વનમાળી રે.          આ.
ઉંચી ઓરડીયાની પટસાલી,
હાંરે તીયાં સુંદર ઢોલીડો ઢાળી રે.              આ. ૧
આવીને બેઠા આસન વાળી,
હાંરે ઘણું ભાવે રયા છે ભાળી રે.                આ. ર
વળી વાત કરે છે વાલ્યમ રસાળી,
હાંરે હસી હસીને લીયે છે તાળી રે.              આ. ૩
શોભે છે મૂર્તિ અતિ મર્માળી,
તેને નિષ્કુળાનંદે નિહાળી રે.                      આ. ૪

મૂળ પદ

આજ મારે દિવાળી રે દિવાળી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી