તમ પર વારી રે, હાંરે મારા ગુણવંતા ગિરધારી રે. ત.૨/૪

તમ પર વારી રે, હાંરે મારા ગુણવંતા ગિરધારી રે. ત.
મારી સાર્ય કરી શામળીયા સારી,
હાંરે મળ્યા મેર્ય કરીને મોરારી રે. ત.૧
હું તો વાત જોતી'તી વાલમ તારી,
હાંરે ઘરમાંયેથી નિસરી બારી રે. ત.ર
આવ્યા સુખ દેવાને સુખકારી,
હાંરે મનમોહન મિરાથ્ય મારી રે. ત.૩
તારી નખશિખ શોભા નાથ નિહારી,
હાંરે જાયે નિષ્કુળાનંદ બલીહારી રે. ત. ૪

મૂળ પદ

આજ મારે દિવાળી રે દિવાળી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી