આવો જમવા સહજાનંદ શામળા રે હેતે કરીને હરિ ઉતાવળા રે ૧/૧

આવો જમવા સહજાનંદ શામળા રે,
હેતે કરીને હરિ ઉતાવળા રે...આવો૦ ૧
ગળ્યા તીખા આ પુડલા બનાવીયા રે,
રૂડું શાક દૂધ ફૂલકા ધરાવીયા રે...આવો૦ ૨
વળી ખીચડી કઢી ખૂબ સારા રે,
મૂળા મરચાં પપુડા તો પ્યારા રે...આવો૦ ૩
ચળું કરીને મુખવાસ જમજો રે,
કહે જ્ઞાન પ્રસાદી આપજો રે...આવો૦ ૪

મૂળ પદ

આવો જમવા સહજાનંદ શામળા રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી