હરિ ઘેર્ય આવ્યા રે, હાંરે મોહનજી મનડે ભાવ્યા રે. હ.૩/૪

હરિ ઘેર્ય આવ્યા રે, હાંરે મોહનજી મનડે ભાવ્યા રે. હ.
ભરી થાળ મેં મોતીડે વધાવ્યા,
હાંરે પછે મંદિરમાંયે પધરાવ્યા રે. હ. ૧
પ્રેમે કરીને બહુ પાક બનાવ્યા,
હાંરે ઘણે હેતે કરીને જમાડ્યા રે. હ. ર
ચરચી ચંદન પૂજ્યા હાર પેરાવ્યા,
હાંરે મોહ આરતિયે ઉપજાવ્યારે. હ. ૩
જોઇ અલબેલાને અંતરે ઠેરાવ્યા,
નાથ નિષ્કુળાનંદને ફાવ્યા રે. હ. ૪

મૂળ પદ

આજ મારે દિવાળી રે દિવાળી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી