દર્શન દેજોરે દેજો, હાંરે અલબેલાજી અમ ઘર્યે રેજો રે. દ.૪/૪

દર્શન દેજોરે દેજો, હાંરે અલબેલાજી અમ ઘર્યે રેજો રે. દ.

રસે ભરી રૂડી વાતડી કેજો,

હાંરે હસી હસીને મન હરિ લેજો રે. દ. ૧

તમ વિન્યા શામ ધામ સુનિ સેજું,

હાંરે મુખ જોયા વિન્યા દુઃખ છે ઝાઝુ રે. દ. ર

વણ દીઠે મીઠા દુઃખડું વધે જો,

હાંરે તમ વિન્યા ન તાપ સમે જો રે. દ. ૩

તમને જોયે મારાં નયણાં ઠરે જો,

હાંરે અરજી નિષ્કુળાનંદની છે એ જો રે. દ. ૪

મૂળ પદ

આજ મારે દિવાળી રે દિવાળી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી