સ્વામિનારાયણ નામની, જપો માળારે, ૧/૪

બદ્રીપતિ નાથનું લેને શરણુંરે. ઢાળ.

સ્વામિનારાયણ નામની, જપો માળારે,

સર્વે અંગ સંભારી રુપાળા. સ્વા.

પગે દશે આંગળીયું દેખીરે, ફણા ઘુંટી પેની જુગ પેખીરે,

ફેરો માળા ખટ દશ લેખી. સ્વા.૧

જંધા જાનું ઉભે ઉરુ જોઇ રે, નાભી ઉદર ને સ્તન દોઇ રે,

ફેરો માળા દશ ચિત્ત પ્રોઇ રે. સ્વા. ર

ભુજ દો કર દશ આંગળીયું રે, કંઠ ચિબુકને મુખ વળી રે,

તેની માળા પંચ દશ મળી. સ્વા.

નાસા નયણ શ્રવણ સંભારી રે, ભૃહ ભાલ શિશ પર વારી રે,

માળા નવ ફેરો નરનારી. સ્વા. ૪

એમ પૂરણ માળા પચાસરે, ભજતાં ભવદુઃખનો નાશરે,

કહે નિષ્કુળાનંદ પ્રકાશ. સ્વા. પ

મૂળ પદ

સ્‍વામિનારાયણ નામની, જપો માળારે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી