સ્વામિનારાયણ નામને તોલ્ય નાવે રે, ૨/૪

સ્વામિનારાયણ નામને તોલ્ય નાવે રે,

જપ તપ તિરથ વ્રત કાવે. સ્વા.

જપતપ તિરથ વ્રત પાળે રે, દમી દેહને ગળે હીમાળે રે,

અલ્પ પુન્ય પામે કોયે કાળે. સ્વા. ૧

જોને નામ તણો પરતાપ રે, જેનો જપ્યો અજામેલે જાપ રે,

થીયો શુદ્ધને ગીયો સંતાપ રે. સ્વા. ર

હોયે અઘના ઓઘ અપા રરે, સર્વે મળી બળી થાયે છાર રે,

કરતાં નારાયણનો ઉચાર. સ્વા. ૩

એવો નામ તણો મહિમાયે રે, ભજતાં ભવ દુઃખ પલાયે રે,

સત્ય નિષ્કુળાનંદ તેને ગાયે. સ્વા. ૪

મૂળ પદ

સ્‍વામિનારાયણ નામની, જપો માળારે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી