સ્વામિનારાયણ નામને નિત્ય ગાયે રે, ૩/૪

સ્વામિનારાયણ નામને નિત્ય ગાયે રે,

જેથી છોટા મટી મોટા થાયે રે. સ્વા.

હતા નારદજી છેક છોટા રે, જગ જાણે તે દાસીના ઘોટા રે,

ભજી નારાયણ થીયા મોટા, સ્વા. ૧

જોને વાલમિકને વસિષ્ટ રે, જેને એક નારાયણ ઇષ્ટ રે,

ભજી નારાયણ થયા શ્રેષ્ટ. સ્વા. ર

એહ આદ્યે અનેક જે એવા રે, હરિ ભજી થયા હરિ જેવા રે,

તેમા કસર ન રઇ કેવા. સ્વા. ૩

નામ નામી વિના વાત કાચી રે, જોઇ નાથ સાથે રહો રાચી રે,

કહે નિષ્કુળાનંદ એહ સાચી. સ્વા. ૪

મૂળ પદ

સ્‍વામિનારાયણ નામની, જપો માળારે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી