આવોને અલબેલા વાલા , ગિરધર મારે ઘેર વાલા.૧/૪

 

ઓરા આવો શામ સનેહી એ ઢાળ.
આવોને અલબેલા વાલા , ગિરધર મારે ઘેર વાલા.
પીયુજી પોતાનાં જાણી, મોહન કીજે મેર વાલા. ૧
વાલમ વાટડી જોવા, ઉભી કરી આશ વાલા.
પ્રેમેસું પધારો પીયુ, જાણી નિજ દાસ વાલા.ર
સુખના સાગરવર, મળ્યે ટળે તાપ વાલા.
અંગો અંગ આલિંગન લેતાં, સમે જો સંતાપ વાલા. ૩
તમ વિના તનડું તલપે, મન માન્યું તમ સાથ વાલા.
એટલી અરજી માનો, નિષ્કુળાનંદના નાથ વાલા. ૪

મૂળ પદ

આવોને અલબેલા વાલા , ગિરધર મારે ઘેર વાલા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી