ફૂલડે સમારી સજયા, કોડે તમ કાજ કાના.૨/૪

ફૂલડે સમારી સજયા, કોડે તમ કાજ કાના.
આવોને રમીયે વાલા, અલબેલા આજ કાના. ૧
ઘરનાં ગામ સધાવ્યાં, કોયે નથી કેનાર કાના.
નાથજી નિઃશંક આવો, પ્રાણના આધાર કાના. ર
હું છું નારી ત્રીકમ તારી, તમે મારા શામ કાના.
છો લોકડીયાં લોસિ મરતાં, નથી કોયેસુ કામ કાના. ૩
તન મન અમે તમને આપ્યું, મીઠા બોલા માવ કાના.
અવર ન ઇછુ કેદિ, નિષ્કુળાનંદના નાવ કાના. ૪

મૂળ પદ

આવોને અલબેલા વાલા , ગિરધર મારે ઘેર વાલા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી