સખી માગસરે મનમાંયે, ચિતવણિ ચિતમાં, ૨/૧૨

સખી માગસરે મનમાંયે, ચિતવણિ ચિતમાં,
સખી દલમાં લાગ્યા દાયે, પ્રજવલું હું પ્રીતમાં. ૧
સખી અંતર લાગી આગ્ય, વિયોગની વ્રેહની,
સખી નથી ઉગરવા જાગ્ય, આજ આવી બની.ર
સખી વણમાગે વળી મોત, આજ મારે આવીયું,
સખી મરશું દાઝે સોત, કેને ન જાય કહ્યું. ૩
સખી હયું રહે કેમ હાથ, વીપત કેટલી વેઠશું,
સખી નિષ્કુળાનંદનો નાથ, મલે દુઃખ મેટશું. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી