સખી પોષે પિડાયે પંડ, દિલ દરદિ થયું, ૩/૧૨

સખી પોષે પિડાયે પંડ, દિલ દરદિ થયું,
સખી પિઉ દઇ ગયા દંડ, કો કેમ જાયે સયું. ૧
સખી ભીતર મારી ભાલ, ઘાયલ કરી ગયા,
સખી અમને આપી આ હાલ, લાલ અળગા રયા. ર
સખી કુવામાં ઘાલી વ્રત, વાલીડે વાઢીયો,
સખી આ જીવાડ્યાથી તર્ત, કાં પ્રાણ ન કાઢીયો. ૩
સખી પ્રીત કરી અમ સાથ, પેચ રાખી પેટશું,
હવે નિષ્કુળાનંદનો નાથ, મલે દુઃખ મેટશું. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી