સખી ફાગણ માસનાં ફૂલ, દેખી દલ ડોલિયું, ૫/૧૨

સખી ફાગણ માસનાં ફૂલ, દેખી દલ ડોલિયું,
સખી શયાં કરું હવે સુલ, ન જાય બોલીયું. ૧
સખી અંતરની વાતું આજ, કેતાં આવે લાજડી,
સખી મારી જાણેછે મહારાજ, દિલની જે દાઝડી. ર
સખી નથી રેવાતું જો નેક, અમથી એક ઘડી,
સખી વાલે ન કર્યો વિવેક, રોઇ ખોઇ આંખડી. ૩
સખી ઘરઘર ગવાયે ગાથ, વસંત વરતિયા,
સખી નિષ્કુળાનંદનો નાથ, હજી કેમ નાવિયા. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી