સખી ચૈતરે ચિંતા થાય, કહો કેમ કરીએ, ૬/૧૨

સખી ચૈતરે ચિંતા થાય, કહો કેમ કરીએ,
સખી દિન ઉપર દિન જાયે, ધિરજ કેમ ધરિએ. ૧
સખી પીયુ વિયોગે પળ, જાયે જુગ જેવડી,
સખી દાઝીને ઉઠે છે દલ, ઘણું ઘડી ઘડી. ર
સખી ફડકી ઉઠું પડે ફાળ, પીયુ પરદેશડે,
સખી અંતરે ઉઠે છે ઝાળ, સુખ નહીં સંદેશડે. ૩
સખી એવડલું અમ સાથ, કરીને કેમ ગયા,
સખી નિષ્કુળાનંદનો નાથ, હજી કેમ નાવિયા. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી