સખી અષાઢે આવિયો મેઘ, મોર લાગ્યા બોલવા, ૯/૧૨

સખી અષાઢે આવિયો મેઘ, મોર લાગ્યા બોલવા,
સુણી વ્રેહના શબ્દનો વેધ, દલ લાગ્યું ડોલવા. ૧
સખી બપૈયો કરે બકોર, પિઉ પિઉ જંપે,
સખી સાંભળી તેના સોર, કાળજ મારું કંપે. ર
સખી ગાજવિજને વરસાદ, આવ્યો અતિ ઉમંગી,
સખી મળી મેઘલી રાત, ના આવ્યો મારો સંગી. ૩
સખી આવી બની મારે આજ, પિઉ નહીં સાથજી,
સખી નિષ્કુળાનંદનો રાજ, નાવે કાંરે નાથજી. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0