સખી શ્રાવણે સૌ વેલી વન, ત્રણ્ય લીલાં થયાં, ૧૦/૧૨

સખી શ્રાવણે સૌ વેલી વન, ત્રણ્ય લીલાં થયાં,
સખી અમે સુકાણ્યાં તન, વાલા વિના રયાં. ૧
સખી નદીએ ચાલ્યાં પુર, સરોવર સૌ છલ્યાં,
પણ જેનો પિઉ ગયા દુર, દુઃખ તેને ઉઝળ્યાં. ર
હવે શિયો કરીયે ઉપાવ, ઓષધ એનું ન મળે,
પિઉ ગયા લગાડી દાવ, પંડય તેણે પરજળે. ૩
સખી કરતાં ન સુજે કાજ, ન રયું હૈયું હાથજી.
સખી નિષ્કુળાનંદનો રાજ, નાવે કાંરે નાથજી. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0