સખી ભાદરવે ભાંગ્યું બળ, રયાં રોઇ રોઇને, ૧૧/૧૨

સખી ભાદરવે ભાંગ્યું બળ, રયાં રોઇ રોઇને,
સખી વાલે ન મુકયો વળ, કયે શું કોયેને.૧
સખી વિલખી વિલખી વાલા કાજ, ઝુરીને જાંખી થઇ,
જેમ નાવિયા મારો રાજ, તેમ પંડ્ય પડ્યુ નહીં. ર
સખી વજ્રથી થઇ વિશેષ, ફાટી નહીં છાતડી,
સખી કઠણ કરમની રેખ, તે આજ આવી નડી. ૩
સખી વલવલિ આવીયાં વાજ, અમે અનાથજી,
સખી નિષ્કુળાનંદનો રાજ, નાવ્ય તોયે નાથજી. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી