સખી આશુએ આનંદ કંદ, મળી જો વધામણી, ૧૨/૧૨

સખી આશુએ આનંદ કંદ, મળી જો વધામણી,
તેણે આવ્યો અમારે આનંદ, મનમાં ફૂલી ઘણી. ૧
આજ તોરણ બંધાવું બાર, અજવાળું ઓરડાં,
મારે મંદિરે પધાર્યા મોરાર, ખોસી ફૂલ તોરડા. ર
સખી લટકંતો આવીયા લાલ, હોંસેલો હેતે હસી,
એને નિરખી થઇ હું નિહાલ, હૈયે રહી હુલસી. ૩
સખી સર્વે સર્યા મારાં કાજ, ભેટી ભરી બાથજી,
સખી નિષ્કુળાનંદનો રાજ, મળ્યા મુને નાથજી. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, પીયુ ગયા પરહરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી