જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ, ૧/૧૨

રાગ ગરબી.
 
જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ, નોતું જાવું હો નાથજીરે... ટેક.
અચાનક ઉઠી ચાલીયારે, વાલા કરી નહીં વેલ રાજ. નો.૧
પેલી વેલી કરી પ્રીતડીરે, સમે સમે દીધાં સુખ રાજ. નો.
છેલીવેળાનાં છેતર્યારે, લઇ ગયા વાલા દુઃખ રાજ. નો. ર
એવું કઠણ હૈયું કરીરે, જાવું નોતું જીવન પ્રાણ રાજ. નો.
અનાથ જો કરી અમનેરે, સઘાવ્યા છો શામ સુજાણ રાજ. નો .૩
દુઃખના દિવસ દઇ ગયારે, શિયાં થાશે સુખ મારા રાજ. નો.
નાથ નિષ્કુળાનંદનારે, નાખી ગયા છો નોધારાં રાજ. નો. ૪ 

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી