શ્રાવણ માસે સંભારતાં રે, દાઝી ઉઠે મારૂં દલ રાજ.૩/૧૨

શ્રાવણ માસે સંભારતાં રે, દાઝી ઉઠે મારૂં દલ રાજ.
વણ સંભારે સાંભરે રે. ટેક. પ્રીતમ કરીને પિરસતારે,
લાડુ જલેબી અવલ રાજ. વણ. ૧
લિયો લિયો લાડુ કઇનેરે, હેતે કરી દેતા હાથે રાજ. વ.
આપી મોદકને આપતાંરે, છાપ ચરણની માથે રાજ. વણ.ર
જલ નિરમળ જોઇનેરે, નાવા જાતા ઘેલે નાથ રાજ. વણ.
વેતા જલ વચ્ચે બેસતારે, સખા સર્વે લઇસાથ રાજ. વ. ૩
ઘોડે ચડી ઘેર્યે આવતારે, કરતાં દરશન તમારાં રાજ. વ.
નાથ નિષ્કુળાનંદનારે, આજ નાખ્યાં જો નોધારાં રાજ. વણ. ૪

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી