આશુ માસે આવી મળ્યાંરે, મારાં પુરવનાં પાપ રાજ.૫/૧૨

 

આશુ માસે આવી મળ્યાંરે, મારાં પુરવનાં પાપ રાજ.
સુખ ન રયું સંભારતાંરે, ટેક.
સુનિ દિઠી વાલા સેજડીરે, તિયાં થિયો મુને તાપ રાજ. સુ.૧
જોયા અબખોરા જલનારે, પિતા મુખે માંડી માવ રાજ. સુ.
આપે પાન કરી આપતારે, હરિ કરી ભલો ભાવ રાજ. સુ.ર
એકે દિવસ અમથોરે, વિન્યા પ્રસાદિ ન વિત્યો રાજ. સુ.
એતો વાત પડી વેગળીરે, ખરી ખટકે છે તેતો રાજ. સુ. ૩
અમે આવું નવ જાણીયુંરે, વિજોગ સો આણી વાર રાજ. સુ.
નાથ નિષ્કુળાનંદનારે, સ્વામી કરજો હવે સાર રાજ. સુ. ૪

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી