કારતકે વાતું કેટલીરે, ચિતવું હું મારે ચિતે રાજ.૬/૧૨

કારતકે વાતું કેટલીરે, ચિતવું હું મારે ચિતે રાજ.         હારી બેઠાં એ હાથથીરે. ટેક.
હસી હસી સામું હેરતારે, પિઉ બોલાવતા પ્રિતે રાજ.       હા. ૧
મર્મ કરી હરિ હસતારે, મુખ આડો દઇ રૂમાલ રાજ.       હા.
તે સમાની શોભા સૈ કહુંરે, નિરખી થતાં નિહાલ રાજ.     હા.ર
શ્વેતાંબરે ઘણું શોભાતારે, બેઠા આંગણિયે અલબેલ રાજ. હા.
નયણાં ભરીને નિરખતાંરે, રુડા રુપાળા રંગરેલ રાજ.     હા. ૩
આવું કરવું નોતું અમશુંરે, મારા અલબેલા આધાર રાજ. હા.
નાથ નિષ્કુળાનંદનારે, સ્વામી કરજો હવે સાર રાજ.       હા. ૪ 

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી