માગશરે મેલી ગયારે, મહા દુઃખમાં મહારાજ રાજ.૭/૧૨

માગશરે મેલી ગયારે, મહા દુઃખમાં મહારાજ રાજ.
કર્યા નોધારાં નાથજીરે.ટેક.
ભાંગ્યું વાણ દરિયા વચ્ચેરે, ગ્રહ્યો આથમીયો આજ રાજ. ક.૧
રોતાં મેલ્યાં જો રાનમાંરે, એકાએકી ઓસીયાળાં રાજ. ક.
અંધારીમાં ઓરી અમનેરે, દઇ ગયા તમે તાળાં રાજ. ક. ર
કુવે ઘાલી વૃત કાપીયોરે, તેડી તરછોડયાં તમે રાજ. ક.
પ્રીતે પાળીને પરહર્યારે, કહો કેમ કરું અમે રાજ. ક. ૩
મતિ ગઇ છે મુંઝાઇનેરે, નથી સુઝતો વિચાર રાજ. ક.
નાથ નિષ્કુળાનંદનારે, સ્વામી કરજો હવે સાર રાજ. ક. ૪

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી