પોષ માસમાં પરવળેરે, ઉંડી અંતરમાં ઝાળ રાજ.૮/૧૨

પોષ માસમાં પરવળેરે, ઉંડી અંતરમાં ઝાળ રાજ.
નથી ખમાતું નાથજીરે. ટેક.
બળે અંગેઠિયું અંગમાંરે, દાઝે મરશું દયાળ રાજ. ન. ૧
કળકળે છે કારજડુંરે, છેદ પડ્યા છે છાતીયે રાજ. ન.
અંતરની કેને આગળેરે, નથી કેવાતી શું કૈયે રાજ. ન.ર
ઝંખી ઝંખી જાશે જીવડોરે, કેને નહીં પડે કળ રાજ. ન.
ઉંડી પીડા છે જો અંગમાંરે, આવે છે આંતર્ય વળરાજ. ન. ૩
મનની વાતું રેશે મનમાંરે, બીજાં નહિ જાણે બાર રાજ. ન.
નાથ નિષ્કુળાનંદનારે, સ્વામી કરજો હવે સાર્ય રાજ. ન. ૪

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી