ફાગણ માસે ફરી ફરીરે, દિયું જીવને ફટકાર રાજ.૧૦/૧૨

ફાગણ માસે ફરી ફરીરે, દિયું જીવને ફટકાર રાજ.
લજયા વિન્યા શું લોભી રીયોરે. ટેક.
તમને નિરખ્યા વિના નાથજીરે,
એળે જાશે આ અવતાર રાજ. લ. ૧
મુખે પ્રસાદિ મલશે નહિરે, દ્રગે મલસે નહિ દરશન રાજ. લ.
શ્રવણે નહિ મળે સાંભળવારે, વાલા તમારાં વચન રાજ. લ.ર
ઉઠી અલબેલા મળતારે, રાજી થઇ રળિયાત રાજ. લ.
પળ એવી કયાંથી પામશેરે, વિચાર તો નથી વાત રાજ. લ. ૩
જેવું માગતો તેવું મળ્યુંરે, ખોયું ઠરવાનું ઠામ રાજ. લ.
નાથ નિષ્કુળાનંદનારે, ઘણી થઇ ઘનશ્યામ રાજ. લ. ૪

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી