ચૈત્ર માસે ચિતવતાંરે, હાથ રયું નહિ હૈયું રાજ.૧૧/૧૨

ચૈત્ર માસે ચિતવતાંરે, હાથ રયું નહિ હૈયું રાજ. ચિત મારું ચળી ગયુંરે. ટેક.
લાગી બફોમે હું બોલાવારે, કોણ જાણે કેમ થયું રાજ. ચિ. ૧
શામ તમને સંભારતારે, શુદ્ધ શરીરની ટળી રાજ.  ચિ.
કરી પોકાર પડી ગઇરે, ધરણી ઉપર હું ઢળી રાજ. ચિ. ર
ધીરજ રહી નહીં ધારતારે, આવ્યા આંખડીયે પાણી રાજ. ચિ.
ગદ ગદ કંઠે ગીરા થઇરે, અતિ અંતરે અકુલાણી રાજ. ચિ. ૩
અહો આ શું થયું અમનેરે, એમ જંખુ આઠું જામ રાજ. ચિ.
નાથ નિષ્કુળાનંદનારે, ઘણી થઇ ઘનશ્યામ રાજ. ચિ. ૪ 

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી