વૈશાખે મારા વાલમારે, આવો મળીયે અલબેલ.રાજ.૧૨/૧૨

વૈશાખે મારા વાલમારે, આવો મળીયે અલબેલ.રાજ.
વાલા વિસારો વિયોગનેરે.ટેક.
લટકાળાજી લટકંતારે, આવો છોગાંવાલા છેલ રાજ.વા. ૧
નયણાં ભરીને હું નિરખુંરે, મુરતિ તમારી મહારાજ રાજ.વા.
શાંન્તિ વળે શરીરમાંરે, ટળે દલડાની દાઝ રાજ.વા. ર
દરશન દયાળું દયા કરીરે, દ્યોતો દેજો જાણી દાસ રાજ.વા.
બેઉ ઉપાયે અવલ છેરે, લ્યોતો લેજો તેડી પાસ રાજ.વા. ૩
અવશ્ય કરવાનું એક છેરે, સુણો સુખડાના ધામ રાજ.વા.
નાથ નિષ્કુળાનંદનારે, ઘણી થઇ ઘનશ્યામ રાજ.વા. ૪

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી