મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધું ૧/૧૨

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધું;
	પહેલા પીયુષ પાઈ, વ્હાલમજી વાંસેથી વિખડું કેમ દીધું...ટેક.
વ્હાલા જેઠ માસે જીવન મારા રે, મેલી મંદિરને ચાલ્યા બા’રા રે;
			કર્યા ઉપવન જઈ ઉતારા રે...મારા૦ ૧
જાણ્યું અખંડ ભેળાં રહેશું અમે રે, લેશું સુખ ઘણું સમે સમે રે;
			ત્યાં તો તરછોડી ચાલ્યા તમે રે...મારા૦ ૨
વ્હાલા નેક નોધારાં નાંખી અમને રે, નો’તું ઘટતું નાથ જાવા તમને રે;
			નાખી અમ પર વેળા વિષમને રે...મારા૦ ૩
વ્હાલા તમ વિના ધીરજ કેમ ધરીએ રે, વણદીઠે વ્યાકુળ થઈ ફરીએ રે;
			નાથ નિષ્કુળાનંદના આવું નવ કરીએ રે...મારા૦ ૪
 

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી