વાલા ભાદરવે બહુ ભાત્ય તણારે, જમતા શાક પાક સુંદર ઘણાંરે.૪/૧૨

વાલા ભાદરવે બહુ ભાત્ય તણારે, જમતા શાક પાક સુંદર ઘણાંરે.
દેતા પ્રસાદી જાણી જન આપણાં.મા. ૧
હવે એ પ્રસાદી કયાંથી મલેરે, એવું સંભારતાં અંતર બળેરે.
થિયું મુખ અભાગિયું આંણિ પલેરે.મા. ર
ગઇ વાત હાથથી ન આવે હવેરે, એવું વિચારતાં કાલજય કવેરે.
પડી વાત જઇ જન્મ નવેરે.મા. ૩
બળે અંતર નિરંતર કેમ ઠરીયેરે, એહ કષ્ટ અમારો આવી હરીયેરે.
નાથ નિષ્કુળાનંદના આવું નવ કરીયેરે.મા. ૪

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી