વાલા કારતક માસે કેમ કરુંરે, ગયું સુખ સર્વે દુઃખ આવ્યું ન ૬/૧૨

વાલા કારતક માસે કેમ કરુંરે, ગયું સુખ સર્વે દુઃખ આવ્યું નરુંરે.
એનું કેમ કરી હું લૈશ સરુંરે.મા. ૧
ભાગ્યું મહા સાયર મઘ્યે ઝાજરે, મારે ગ્રહ્યો આથમિયો આજરે.
રયા પ્રાણ મારા તે કોણ કાજરે.મા. ર
પડયું નહીં વજ્ર કેમ વિજળીરે, થાત ચુરણ કે હું જાત બળીરે.
આવુ દુઃખ નવ્ય દેખત વળી.મા. ૩
લખ્યું હતું અમારે લલાટેરે, તમે ન મટાડ્યું તે કેમ મટેરે.
નાથ નિષ્કુળાનંદના આવું નવ ઘટેરે.મા. ૪

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી