જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી દર્શન માટે આવી ઉભા સંતો શીશ નામી ૧/૪

 જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી;
	દર્શન માટે આવી ઊભા સંતો શીશ નામી...૧
તમારાં દર્શન માટે આવ્યા સર્વે દેવ;
	જાગો જાગો હરિકૃષ્ણ મારા જાગો તતખેવ...૨
બ્રહ્મચારી જુએ વાલા જાગવાની વાટ;
	દાતણ કરી નાવા માટે ઢાળી સુંદર પાટ...૩
જાગો જલ્દી જીવન મારા જોઉં મુખ તારું;
	પ્રીતમ તમને નિહાળીને ઠરે હૈયું મારું...૪
જ્ઞાનજીવન કહે મારે સુખ સંપત તમે;
	તમારાં દર્શન સ્પર્શ મને બહુ ગમે...૫ 
 

મૂળ પદ

જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0