વાલા માગશરે મહા દુઃખ માંઇરે, મેલી ગયા છો અમને આંઇરે ૭/૧૨

વાલા માગશરે મહા દુઃખ માંઇરે, મેલી ગયા છો અમને આંઇરે.
તેનો કરો નહીં વિચાર કાંઇરે.મા. ૧
વાલા અડવું કરી ગયા આંગણિયુંરે, દેતા દયા કરીને દર્શનિયુંરે.
થઇ આંખ્યું હવે આ અભાગણિયુંરે.મા. ર
હારી બેઠા મુડી હવે હાથ થકીરે, ખોઇ ખરી મિરાથ્ય પૂરણ પકીરે.
હવે મરશું અમે એ સુખને સકીરે.મા. ૩
જ્યારે દુઃખનો દરિયો ઉલટેરે, ત્યારે કોયનો હટાડયો કેમ હટેરે.
નાથ નિષ્કુળાનંદના આવું નવ ઘટેરે. ૪

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી