વાલા મહા માસે મારે કેમ થાશેરે, જ્યારે જન મળી વસંત ગાશેરે ૯/૧૨

વાલા મહા માસે મારે કેમ થાશેરે, જ્યારે જન મળી વસંત ગાશેરે.
ત્યારે તમ વિના કેમ રહેવાશેરે.મા. ૧
પેરી વસંતિ વસન અંગેરે, ઉડાળતા ગુલાલ ઉછરંગેરે.
રમતાં રાજી થઇ સખા સંગેરે.મા. ર
એહ લટક ખટકશે ઉરવિષેરે, ત્યારે સુખ શરીરે કેમ રેશેરે.
દુઃખ અણતોલ્યું અતિ આવશેરે.મા. ૩
હતી શ્રીહરિ તમ સાથે હેડિરે, તેતો તરત નાંખી તમે ફેડીરે.
હવે નિષ્કુળાનંદ કે લ્યો તેડીરે.મા. ૪

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી