વાલા ફાગણ માસે ફરશું ઘેલારે, જ્યારે જન મળી વસંત ગાશેરે ૧૦/૧૨

વાલા ફાગણ માસે ફરશું ઘેલારે, જ્યારે જન મળી વસંત ગાશેરે.
આજ રીયાં અભાગીયાં અકેલાંરે.મા. ૧
ભરી પિચકારી રસિયાં રંગેરે, આવી નાખતા અમારે અંગેરે.
કહું વાત એવી હું કયાં લગેરે.મા. ર
એવાં સુખ હું શા શા કહું વરણીરે, પામી દુઃખ એવી કરી કરણીરે.
કેમ વેર નથી દેતી ધરણીરે.મા. ૩
વાલા નાખી ગયા છો નકી બેડીરે, તેતો ઉખડે નહિ કેની ઉખેડીરે.
હવે નિષ્કુળાનંદકે લ્યો તેડીરે.મા. ૪

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી