વાલા ચૈત્ર માસે ચિતવું છું ચિતેરે, રયો દેહ મારો તે કોણ રીતેરે ૧૧/૧૨

વાલા ચૈત્ર માસે ચિતવું છું ચિતેરે, રયો દેહ મારો તે કોણ રીતેરે.
પાપી પડયો નહિ કેમ પ્રિતેરે.મા. ૧
કોઇ કઠણ કરમનો થર આવ્યોરે, વાલા મારા તમે નવ્ય મટાવ્યોરે.
છેલીવાર અમને ભોગવાવ્યોરે.મા. ર
અમે જીવું છઉ શા સુખ સારુંરે, નથી દરશ પરશ તમારુંરે.
અમથું રીયું અભાગીયું તન મારુંરે.મા. ૩
નાવ્યો કાગળ અભાગીઆ યેડીરે, તેમ અવધિ પણ નાવિ નેડીરે.
હવે નિષ્કુળાનંદ કે લ્યો તેડીરે.મા. ૪

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી