વાલા વૈશાખે વસમું લાગે છેરે, જોને સભાગિયાં તન ત્યાગેછેરે ૧૨/૧૨

વાલા વૈશાખે વસમું લાગે છેરે, જોને સભાગિયાં તન ત્યાગેછેરે.
મારી વેલાયે મોત કેમ ભાગે છેરે.મા. ૧
સર્વે હારી બેઠા છૈયે સુખડુંરે, કેડે રયું છે કેવળ દુઃખડુંરે.
માટે માગું છું મરવું ઢુકડુંરે.મા. ર
હવે જે જે પદારથ જાંખી જોશુંરે, ત્યાં ત્યાં સાંભરશોને અમે રોશુંરે.
એમ જંખી જંખી જીવત ખોશુંરે.મા. ૩
વાલા અમ ઉપર દુઃખડાં રેડીરે, તમે ગયા છો ખરાખરી ખેડીરે.
હવે નિષ્કુળાનંદ કે લ્યો તેડીરે.મારા. ૪

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી